બચપણ ની ઍ દરેક હરકત યાદ છે મને...
આપની દોસ્તી ની અદભૂત તાકત યાદ છે મને...
રમતા હતા હાથ મા નાખી હાથ,
તારો ઍ સોનેરો સાથ, યાદ છે મને...
તારી હેરાન કરવાની બધી રીત,
અન આપણી ઍ નિસ્વાર્થ પ્રીત યાદ છે મને..
તારી રાહ જોવામા વીતાવેલી ઍક-ઍક ક્ષણ,
જ્યારે તને જોઈને નાચી ઉઠતુ મન યાદ છે મને...
મારા પ્રત્યેનો તારો અનુરાગ,
મજાક કરવાની તું હમેશા શોધતી લાગ, યાદ છે મને...
રોજ સવાર-સાંજ જામતી હતી રંગત,
મને પાડી ગયી 'તી હારવાની આદત યાદ છે મને...
તારી મસ્તીભરી અણિયાળી આંખો,
ઍને જોઈને સેવેલા સપના લાખો, યાદ છે મને...
અતીતમા નક્કી કરેલુ કે ચાલુ રાખીશું રમત,
અરે અબુધ, સમજી ના શક્યો કુદરતી કરામત, યાદ છે મને...
તું મારા આંધીયારા જીવનને ઉજવાળતો ચાંદો હતો,
સાદગી તારી જોઈ, પ્રણય માં તારા હું માન્દો હતો યાદ છે મને...
ઝપટભેર વહી ગયેલો સમયનો વહેણ,
અને મળ્યા 'તા આપણે,ના આમંત્રણ,ના કહેણ, યાદ છે મને...
તારા ઢળેલા પોપચાંની સંમતી,
પછી શરૂ થઈ હતી મારી અવગતિ, યાદ છે મને...
અજાણતા જ ઉદભવી રહેલો પ્રેમ નો અતિરેક યાદ છે મને..
પોતાની જાતને પણ છેતરતા કલયુગમાં પ્રેમ થયો સાચેક....
જીવન નો ઍ બદનસીબ દિવસ યાદ છે મને...
લાઇફ માં ગુડલક ઍ માર્યુ રિવર્સ યાદ છે મને..
તારા ઝાંઝરિયા અવાજ નો રણકાર,
શુષ્ક શબ્દોમાં તે ભણેલો નકાર,
મારી લાગણીઓ ની રાખી ન તે દરકાર,
પછી પ્રેમ પ્રત્યે જન્મ્યો તિરસ્કાર, યાદ છે મને...
મારા જીવનનુ અમૃત બની ગયુ મૃગજળ,
વિરહ મા વીહ્વળ બની સરેલા આંસુ દળ દળ, યાદ છે મને..
તારા પ્રેમનુ સરભર કરવા સરવૈયુ,
કેવુ મારૂ વલોવાયેલુ હતુ હૈયુ, ઍ યાદ છે મને...
નિરર્થક તારા નામના રોયેલા રોદણા,
વિષ નો સ્વાદ કાઢવા આંસુ ના કરેલા કોગળા, યાદ છે મને..
ઍ જ ક્ષણ થી 'કુશલ' કર્યો હતો દ્રઢ નિરધાર,
કોઈ પણ કાળે હવે ન લઉ પ્રેમનો આધાર, ઍ હજુ યાદ છે મને....
Wednesday, October 22, 2008
Subscribe to:
Posts (Atom)